Hymn No. 4221 | Date: 20-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-20
1992-09-20
1992-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16208
ઘડી બે ઘડી આંખ મારી બંધ કરવા દે, મનોહર મૂર્તિ તારી રે એમાં ઉતારવા દે
ઘડી બે ઘડી આંખ મારી બંધ કરવા દે, મનોહર મૂર્તિ તારી રે એમાં ઉતારવા દે જોયું એણે ઘણું ઘણું, મળ્યું ના સંતોષ એને, જોઈ એમાં સંતોષ એને લેવા દે કરી વાત ઘણી ઘણી એણે જીવનમાં, હવે તારી મૂર્તિ સાથે વાત કરવા દે થાકી ઘણી ઘણી એ તો જીવનમાં, થાક એનો તારા શરણમાં ઉતારવા દે જાશે ભૂલી આદત બહાર જોવાની, મળશે જોવા અંદર મૂર્તિ તારી, એને જોવા દે આવી સમાજે તું તો મારી આંખમાં, તારી મૂર્તિને ત્યાંથી કદી ના હટવા દે છે બધા રૂપો તો જગમાં તારા, તારી મનગમતી મૂર્તિના દર્શન કરવા દે તારા મૂર્તિને તારા નામથી આભૂષિત કરી, મારી આંખમાં એને સમાવા દે આવીને મારી નજરમાં, જાતી ના છટકી, પ્રેમથી તને એમાં તો રહેવા દે સાથ રહેશે આપણો, રહેશું સાથેને સાથે, સાથેને સાથે તો રહેવા દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ghadi be ghadi aankh maari bandh karva de, manohar murti taari re ema utarava de
joyu ene ghanu ghanum, malyu na santosha ene, joi ema santosha ene leva de
kari vaat ghani ghani ene jivanamam, have taari murti ghanu ghanum de
karva to jivanamam, thaak eno taara sharanamam utarava de
jaashe bhuli aadat bahaar jovani, malashe jova andara murti tari, ene jova de
aavi samaje tu to maari ankhamam, taari murtine tyathi kadi na hatava de
che badha rupo to jagari managamati, tav managam taara de
taara murtine taara naam thi abhushita kari, maari aankh maa ene samava de
aavine maari najaramam, jati na chhataki, prem thi taane ema to raheva de
saath raheshe apano, raheshum sathene sathe, sathene saathe to raheva de
|