દઈને પ્રકાશ જગને સ્વયં એ જલતો રહ્યો
સૂર્યે ફરિયાદ કદી એની કરી નથી
દઈને છાંયડો જગને, સહન કરી રહ્યા તાપને
વૃક્ષે ફરિયાદ કદી એની કરી નથી
સહન કરી પથ્થરોના ઘા, દીધા મીઠાં ફળ જગને
વૃક્ષે ફરિયાદ કદી એની કરી નથી
વાવ્યો દાણો એક, પાછા દીધા કરી અનેક
ધરતીએ ફરિયાદ કદી એની કરી નથી
પૂજાતા મૂર્તિના પથ્થરે, કંઈક ઘા સહન કર્યા સલાટના
પથ્થરે ફરિયાદ કદી એની કરી નથી
થઈને રાખ, કાષ્ઠે દીધી ગરમી આ જગને
કાષ્ઠે ફરિયાદ કદી એની કરી નથી
ડહોળ્યાં પાણી સરોવરનાં, દીધાં મીઠાં જળ જગને
સરોવરે ફરિયાદ કદી એની કરી નથી
રાખી ભૂખ્યા બાળ પોતાના, દીધાં મીઠાં દૂધ માનવને
ગાયે ફરિયાદ કદી એની કરી નથી
પામીને માનવ ફરિયાદ સદા કરતો રહ્યો
આ ફરિયાદની ફરિયાદ, પ્રભુએ માનવને કરી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)