ઘેરાયા ઘેરાયા ઘેરાયા જીવનમાં, મુસીબતોમાં અમે તો ઘેરાયા
જીવનમાં હાથના કર્યા હૈયે વાગ્યા, મુસીબતોમાં અમે તો ઘેરાયા
આવેગોના વેગમાં તણાઈ, લીધા રસ્તા જીવનમાં ઊલટાને ઊલટા
સાથ લીધા જીવનમાં તો ઊલટા, દીધા સાથ જીવનમાં તો ઊલટા
ભૂલી સમજદારી જીવનમાં બધી, ના સમજદારીથી તો વર્ત્યા
અપાર ઇચ્છાઓના જીવનમાં તો રચીને જાળાને જાળા
કારણોને કારણો ગોત્યા એના ખોટા, કારણોના વનમાં તો ગૂંચવાયા
સમજદારી વિનાની સમજદારી પડી જીવનમાં ભારી, એમાં જીવનમાં અટવાયા
અહંના તોડી ના શક્યા જાળાં, સાચું ના શક્યા સ્વીકારી, એમાં અમે ઘેરાયા
મૂંઝારાને મૂંઝારા રહ્યા વધતાને વધતા, મારગ એમાં તો ના દેખાયા
પ્રાર્થિએ પ્રભુ તને એમાં તો, જીવનમાં અમારા, પાથરો તમારા અજવાળાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)