Hymn No. 4228 | Date: 22-Sep-1992
|
|
Text Size |
 |
 |
છે શાસ્ત્રો જીવનમાં તો તારી પાસ, વાપરવા તો છે તારે હાથ, તું ગભરાય શાને, તું ગભરાય શાને છે બુદ્ધિ તો જ્યાં તારી પાસ, વાપરવી એને તો છે તારે હાથ, તું ગભરાય... છે હૈયું તો જ્યાં તારી પાસ, જગાવવા ભાવ તો છે તારે હાથ, તું ગભરાય... છે લાગણી તો તારી પાસ, રાખવી તો છે તારે હાથ, તું ગભરાય... છે દૃષ્ટિ તો તારી પાસ, જોવું શું ને કેવું છે તારે હાથ, તું ગભરાય ... છે પ્રેમ તો તારી પાસ, વાળવો ક્યાં છે તારે હાથ, તું ગભરાય ... છે સમજણભર્યો વિવેક તારી પાસ, વાપરવો તો છે તારે હાથ, તું ગભરાય... છે હાથ પગ તો તારી પાસ, કરવા કર્મ તો છે તારે હાથ, તું ગભરાય ... છે સંકલ્પશક્તિ તારી પાસ, કરવા કેવાં છે તારે હાથ, તું ગભરાય... છે જીવનનું ધ્યેય તારી પાસ, પહોંચવું તો છે તારે હાથ, તું ગભરાય... છે શ્વાસોભર્યું જીવન તારી પાસ, જીવવું કેમ ને કેવું છે તારે હાથ, તું ગભરાય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|