કોને ગણું અપરાધી રે જીવનમાં, કોને ગણું અપરાધી
અપરાધ કરનારને ગણું અપરાધી, કે કરાવનારને ગણું અપરાધી
અપરાધ તો આંખ સામે દેખાય છે, છે શું દર્શન એની મજબૂરીનું
જોઉં છું ને જાણું છું જેને તો, છે એ તો એક મજબૂત કેદનો કેદી
અણસમજમાં બને અપરાધ, કે સમજદારને ગણું વધુ અપરાધી
કોઈ કરે કારણથી અપરાધ, કોઈ કારણ વિના, કોને ગણું અપરાધી
કોઈ અપરાધમાંથી જાય એવા છટકી, શું નથી એ કાંઈ અપરાધી
કોઈ અપરાધની મળે શિક્ષા, કોઈને ઠપકા, તેથી શું નથી એ અપરાધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)