Hymn No. 4232 | Date: 24-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-24
1992-09-24
1992-09-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16219
એક વખત મળવું છે જીવનમાં તને રે માડી, એક વખત
એક વખત મળવું છે જીવનમાં તને રે માડી, એક વખત મળવું છે તને એવું રે માડી, ફરી ફરી પડે ના મળવું, એક વખત જોઈને અનુભવી તારી માયા રે માડી, જોવી છે, ને અનુભવવી છે તને એક વખત સુખ આનંદની સરિતા વહે તારા ચરણમાં, નહાવું છે એમાં એક વખત એક ચિત્ત બનવું છે એવું, ભૂલું ભાન જીવનમાં રે માડી, એક વખત વિકારોને વિકારો સતાવે ઘણા રે જીવનમાં, મેળવવો છે કાબૂ એના ઉપર એક વખત મનડું મારું ખૂબ નચાવે મને જીવનમાં, લેવું છે કાબૂમાં એને એક વખત જગનું તો પડશે છોડવું બધું તો જગમાં, જગ છોડતા, જીવતાં છોડવું છે બધું એક વખત બંધનોને બંધનો બાંધતા જાય જીવનમાં રે માડી, કાપવા છે બંધન તો એક વખત લેવો છે મુક્તિનો શ્વાસ ને મુક્તિનો આનંદ તો જીવનમાં તો એક વખત
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vakhat malavum che jivanamam taane re maadi, ek vakhat
malavum che taane evu re maadi, phari phari paade na malavum, ek vakhat
joi ne anubhavi taari maya re maadi, jovi chhe, ne anubhavavi che taane ek vakhat
sarukita aanandani che ema ek vakhat
ek chitt banavu che evum, bhulum bhaan jivanamam re maadi, ek vakhat
vikarone vikaro satave ghana re jivanamam, melavavo che kabu ena upar ek vakhat
manadu maaru khub after khabodase jivanamata badhabum chagum chumhum
chumhume jivanamata, badhumhe khabase jivanamata to jagamam, jaag chhodata, jivatam chhodavu che badhu ek vakhat
bandhanone bandhano bandhata jaay jivanamam re maadi, kaapva che bandhan to ek vakhat
levo che muktino shvas ne muktino aanand to jivanamam to ek vakhat
|