મનમાં છે તીરથ ને મનમાં છે `મા' નું ધામ
શાને અહીં-તહીં ફરે છે, બેસને થઈને ત્યાં ઠરીઠામ
બેસીને ત્યાં એ તો નોંધે છે તારાં સર્વે કામ
શાને અહીં-તહીં ફરે છે, બેસને થઈને ત્યાં ઠરીઠામ
સઘળે ફરીને થાકીશ તું તો, અંતે ત્યાં છે તારો વિરામ
શાને અહીં-તહીં ફરે છે, બેસને થઈને ત્યાં ઠરીઠામ
શરણે બેસીને એના, ફેંકી દે ફિકરો તારી તમામ
શાને અહીં-તહીં ફરે છે, બેસને ત્યાં થઈને ઠરીઠામ
એની સાથે તું એકતા સાધજે, ને જપજે એનું નામ
શાને અહીં-તહીં ફરે છે, બેસને થઈને ત્યાં ઠરીઠામ
સોંપીને સર્વે કર્મો તારાં, કરજે કર્મો બનીને નિષ્કામ
શાને અહીં-તહીં ફરે છે, બેસને થઈને ત્યાં ઠરીઠામ
ભજવા એને નહીં રોકે તને, નહીં પડશે કોઈ દામ
શાને અહીં-તહીં ફરે છે, બેસને થઈને ત્યાં ઠરીઠામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)