પડે ના સમજ મને, ગોતું હું ક્યાં તો તને રે માડી, કહે જગમાં તને ક્યાં હું તો ગોતું
જાઉં હું ક્યાં રે જગમાં, જાઉં હું તો ક્યાં રે જગમાં, કહે માડી, જગમાં ક્યાં હું તો જાઉં
કહે છે સહું, છે તું તો સાથેને સાથે, પાસેને પાસે રે માડી, કહે નજરમાં તને કેમ કરીને લાવું
લઉં હું તો શું સાથે, લાવું હું શું તારી પાસે, કહે રે માડી, સાથે હું તો શું લાવું
કરવી છે વાત તને તો ઘણી, રહશે શું યાદ મને બધી, એક એક કરતા તને બધી કહેતો જાઉં
જાણું ના કાંઈ હું તો, જાણું છે મારી એક તું તો, તારોને તારો થાતો હું તો જાઉં
નથી પાસે કોઈ સમજ બીજી, તને એકને છે સમજવી, તારી કૃપાથી તને સમજતો થાઉં
છું હું તો દોષોથી ભરેલો, કહે રે માડી, કેમ કરી, જીવનમાં દોષો દૂર કરતો જાઉં
પ્રસંગે પ્રસંગે જીવનમાં હું તો મૂંઝાતો જાઉં, જીવનમાં જરૂર તારી, ત્યારે સમજતો જાઉં
નજર સામે આવી, ઓઝલ તું તો થાતી, કેમ કરી નજરમાં તને હું તો લાઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)