રહેજો જીવનમાં ભલે પરંપરાની આગ્રહી, બનશો ના એના તો દુરાગ્રહી
સંજોગોને સંજોગે, રહી જગમાં, જીવનમાં તો પરંપરા ને પરંપરા તો સર્જાતી
અનુભવે ને અનુભવે, દેખાયે તો જગમાં, સંજોગો ને સ્થિતિ તો બદલાતી
આ સંજોગોને સમજતા રહેવું સદા જગમાં, શાને બનવું પરંપરાના આગ્રહી
જાશો સમજી પરંપરાના હેતુને, બનશે ત્યારે એ તો સુખની સરવાણી
પરંપરાએ, પરંપરાએ કરી જીવનમાં તો, કંઈક મૂલ્યોની તો સાચવણી
ચડયો કે લાગ્યો ભાર પરંપરાનો જીવનમાં, જાશે રુંધાઈ પ્રગતિ જીવનની
કંઈક પરંપરામાં ગયા તો તરી જીવનમાં, પરંપરામાં ગયા કંઈક ડૂબી
પરંપરાને પરંપરામાં તો જગમાં, જીવનમાં જળવાઈ ઘણી ઘણી વિશુદ્ધિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)