1992-10-10
1992-10-10
1992-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16248
કહેવા બેસું સામે બેસી તારી રે માડી, બોબડી મારી બંધ થઈ જાય

નીરખી નીરખી રહું હું તો તને, આંખથી ત્યાં તો અશ્રુની ધારા વહી જાય
સાનભાન ભૂલું ત્યાં હું તો મારું રે માડી, નવો તાંતણો ત્યાં બંધાઈ જાય
વાત તો કહેવી છે મારે તો મારી, આંસુઓ વાત ત્યાં એની કહી જાય
શું બોલવું, ગોતું શબ્દ એના હું તો, શબ્દ ત્યાં તો ખોવાઈ જાય
એકીટસે જોઈ રહું તને રે હું તો, હૈયું ભાવથી ત્યાં તો ઊભરાય જાય
કામકાજ બધા જાઉં હું તો ભૂલી રે માડી, તારી પાસેથી ઉઠવાનું મન ન થાય
કોણ છું હું, ને શું કહેવું છે મારે, બધું એ તો વીસરાતું ને વીસરાતું જાય
તાંતણે તાંતણા હૈયાંના તો છૂટે, ને હૈયું તો હળવું ફૂલ થાતું જાય
તારા વિના ના જોઈ શકું બીજું રે માડી, બધે તું ને તું તો દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvā bēsuṁ sāmē bēsī tārī rē māḍī, bōbaḍī mārī baṁdha thaī jāya
nīrakhī nīrakhī rahuṁ huṁ tō tanē, āṁkhathī tyāṁ tō aśrunī dhārā vahī jāya
sānabhāna bhūluṁ tyāṁ huṁ tō māruṁ rē māḍī, navō tāṁtaṇō tyāṁ baṁdhāī jāya
vāta tō kahēvī chē mārē tō mārī, āṁsuō vāta tyāṁ ēnī kahī jāya
śuṁ bōlavuṁ, gōtuṁ śabda ēnā huṁ tō, śabda tyāṁ tō khōvāī jāya
ēkīṭasē jōī rahuṁ tanē rē huṁ tō, haiyuṁ bhāvathī tyāṁ tō ūbharāya jāya
kāmakāja badhā jāuṁ huṁ tō bhūlī rē māḍī, tārī pāsēthī uṭhavānuṁ mana na thāya
kōṇa chuṁ huṁ, nē śuṁ kahēvuṁ chē mārē, badhuṁ ē tō vīsarātuṁ nē vīsarātuṁ jāya
tāṁtaṇē tāṁtaṇā haiyāṁnā tō chūṭē, nē haiyuṁ tō halavuṁ phūla thātuṁ jāya
tārā vinā nā jōī śakuṁ bījuṁ rē māḍī, badhē tuṁ nē tuṁ tō dēkhāya
|