Hymn No. 4262 | Date: 10-Oct-1992
|
|
Text Size |
 |
 |
પ્રકટાવો દીપને પ્રગટાવો હૈયે એવા રે દીવડા રે માડી, રોમે રોમે અજવાળા એના પથરાય ભરી ભરી દો તેજ એવાં રે મારી દૃષ્ટિમાં, કે સત્ય અસત્યને નીરખી શકું નોખનોખા ખોલી દો દ્વાર હૈયાંના મારા તો એવા, અચકાયે ના કોઈ તો, એમાં તો પ્રવેશવા કરી દ્યોને સાફ મારા મનના દર્પણ તો એવા, દેખાય ના ડાઘ એના પર તો જરા ભરી દેજો બુદ્ધિમાં તેજ તો એવા, જીવનના જટીલ પ્રશ્નો ઉકેલવા, લાગે એ તો સહેલાં સંભળાવજો શબ્દ એવાં રે પ્રભુ, રણઝણી ઊઠે, અણુએ અણુ મારા તો એમાં જગાવી દેજો હૈયે મારા ભાવ તો એવા, બુંદે બુંદે તો એના, હોય જીવનરસથી તો ભરેલા પીવરાવજો જીવનમાં પ્રેમરસ એવો રે પ્રભુ, મરી જાય જીવનમાં બીજા રસની બધી પ્યાસ ધ્યાનમાં મારા આવી, વસજો એવા રે પ્રભુ, ધ્યાન મારું ના બીજે ભગી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|