Hymn No. 4266 | Date: 12-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-12
1992-10-12
1992-10-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16253
સુખ જીવનમાં ગોતવું પડે, સુખ જીવનમાં મેળવવું પડે, જીવનમાં સુખ રેઢું પડયું નથી
સુખ જીવનમાં ગોતવું પડે, સુખ જીવનમાં મેળવવું પડે, જીવનમાં સુખ રેઢું પડયું નથી જીવનમાં જે હર વાતમાં તો દુઃખ ગોતે, સુખ દોઢ ગાઉં દૂર એનાથી તો રહે હર વાતમાં જીવનમાં જેને તો સુખ દેખાયે, જીવનમાં સુખ સદા એને તો મળે છે સુખનું સ્થાન તો તારું તો હૈયું, તારા વિના તો ત્યાં બીજું કોણ પહોંચી શકે તું પોતે જાતે જો સુખી નહીં થઈ શકે, જીવનમાં સુખી બીજું તને કોણ કરી શકે પડયું છે સુખનું ઝરણું તારામાંને તારામાં, ત્યાં સુધી તો તારે ને તારે પહોંચવું પડે સુખી થાતા તને ના કોઈ રોકી શકે, શાને જીવનમાં તું દુઃખીને દુઃખી થાતો રહે કરે જ્યાં તું દુઃખની આરાધના, ફળ સુખનું તો એમાં તો ક્યાંથી મળે નિર્મળ હાસ્યની ધારા તો મુખ પર જેના વહે, જીવનમાં સાચું સુખ તો જેને જડે સુખ જીવનમાં કાંઈ રેઢું પડયું નથી, સુખ તો જીવનમાં મેળવવું ને મેળવવું પડે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh jivanamam gotavum pade, sukh jivanamam melavavum pade, jivanamam sukh redhum padyu nathi
jivanamam per haar vaat maa to dukh gote, sukh dodha GAUM dur enathi to rahe
haar vaat maa jivanamam those to sukh dekhaye, jivanamam sukh saad ene to male
Chhe sukhanum sthana to Tarum to haiyum, taara veena to tya biju kona pahonchi shake
tu pote jate jo sukhi nahi thai shake, jivanamam sukhi biju taane kona kari shake
padyu che sukhanum jaranum taramanne taramam, tya sudhi to naukhi,
sha sha taane pahonchavu that pahonchavu jivanamam tu duhkhine dukhi thaato rahe
kare jya tu dukh ni aradhana, phal sukhanum to ema to kyaa thi male
nirmal hasyani dhara to mukh paar jena vahe, jivanamam saachu sukh to those jade
sukh jivanamam kai redhum padyu nathi, sukh to jivanamam melavavum ne melavavum paade
|