જવાનું છે જે ધામ તારે, તૈયારી તેની રાખજે
વાડી-વજીફા, પૈસા, દાગીના, સાથે લઈ નહીં જવાશે
ખોટા ખ્યાલોમાં રહીશ, તો સમય તારો વેડફાશે
માટે બને એટલું પુણ્ય ભેગું કરવા લાગજે
નામસ્મરણમાં લાગીને, ચિત્તનો મેલ કાઢી નાખજે
આવશે સદા એ તારી સાથે, આળસ ખંખેરી નાખજે
ચિત્ત શુદ્ધ કરી, ફરી મેલ ન ચડે, તકેદારી તેની રાખજે
વારેઘડીએ સમય જો જાશે, તો સમય ક્યાંથી લાવશે
અવગુણો ત્યજવા સદા, તત્પર તું થઈ જાજે
ગુણો હૈયામાં ભરીને, ગુણસાગરમાં ડૂબી જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)