જીવન જગમાં કોને ગણવું, જીવન જગમાં કોને સમજવું (2)
લીધા શ્વાસો, છોડયા શ્વાસો, ધબક્યું એમાં તો જે હૈયું, શું જીવન એને ગણવું
ખાધું પીધું જગમાં, હર્યા ફર્યા તો જગમાં, જીવન જગમાં તો શું એને ગણવું
સૂતા જીવનમાં, ઊઠયા જીવનમાં, કર્યો આરામ જીવનમાં, જીવન જગમાં શું એને ગણવું
ક્રોધ કરી એમાં તો જલ્યા, જીવનમાં અન્યને એમાં જલાવ્યા, જીવન શું એને ગણવું
ક્રિયાઓ જીવનમાં કરતા રહ્યા, ઉદ્દેશ વિના જીવન વિતાવતા રહ્યાં, જીવન શું એને ગણવું
જોઈ ચડતી જ્યાં હૈયાં જલ્યા, અન્યને સાથ જીવનમાં ના દીધાં, જીવન શું એને ગણવું
સંજોગો જીવનમાં આવતા રહ્યા, સામનો એનો ના કરી શક્યા, જીવન શું એને ગણવું
કરવા કામો પ્રભુ યાદ આવ્યા, જીવનમાં સુખમાં તો એ ભૂલાતા રહ્યાં, જીવન શું એને ગણવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)