છે ફરિયાદ સહુની તો જગમાં, આ કાબૂમાં આવતું નથી, તે કાબૂમાં રહેતું નથી
સત્ય હકીકત તો છે આ જીવનમાં, ખુદે ખુદનું જીવન કાબૂમાં રાખવું નથી
ક્રોધમાં તણાયે સહુ જીવનમાં, ક્રોધને કાબૂમાં જીવનમાં તો રાખવો નથી
ઇચ્છાઓ જાગતીને જાગતી રહે જીવનમાં, ઇચ્છાઓને કાબૂમાં કોઈએ રાખવી નથી
દર્દે દર્દે રહે ફરિયાદ જીવનમાં ઊભી, દર્દને કાબૂમાં તો કોઈએ લેવું નથી
લોભે લોભે તણાતા રહેવું છે જીવનમાં, લોભને કાબૂમાં તો રાખવો નથી
મનને છૂટો દોર દેવો છે જીવનમાં, જીવનમાં મનને કાબૂમાં તો રાખવું નથી
ચડે આળસ જીવનમાં તો જ્યાં, ચેતવું નથી, આળસને જીવનમાં અટકાવવું નથી
કારણ દુઃખના જીવનમાં દૂર કરવા નથી, ફરિયાદ એની કર્યા વિના રહેવું નથી
લેતાંને લેતા રહેવું છે જગમાં, લેતા અટકવું નથી, ફરિયાદ કર્યા વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)