Hymn No. 4288 | Date: 24-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-24
1992-10-24
1992-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16275
કાર્યને જોઈએ બળ વિચારોનું જીવનમાં, જોઈએ વિચારોને બળ તો આચારનું
કાર્યને જોઈએ બળ વિચારોનું જીવનમાં, જોઈએ વિચારોને બળ તો આચારનું છે સત્ય તો આ જીવનનું, છે સત્ય તો આ જીવનનું (2) જોઈએ સાધનાને બળ તો તપનું, જોઈએ તપને બળ તો સંયમનું - છે... ક્રોધ તો જીવનમાં રાખશે ના કોઈને ક્યાંયનો, હશે પાસે, કરશે એનાથી જુદા - છે... અભિમાન ના ટક્યા કોઈના જગમાં, થાયે અંતિમ જિત તો પ્રેમની - છે... ઇર્ષ્યાઓ ને શંકાઓ, વાળે દાટ જીવનનો, બચ્યા એમાં જીવન, એ તો જીવ્યા - છે.. ઇચ્છાઓ ને મનડાંએ નચાવ્યા સહુને જીવનમાં, તણાયા એમાં એ તો ડુબ્યા - છે... કડવી વાણીએ કર્યા દુશ્મનો ઊભા, મીઠી વાણીએ તો હૈયાં સહુના જીત્યા - છે.. શોભે શૂરવીરતા તો સદા ક્ષમાથી, ખીલી ઊઠે બુદ્ધિ તો સદા નમ્રતાથી - છે.. દંભ તો જીવનમાં દાટ વાળે, અંકાવી દે હૈયાંમાં આંક આવડતના ખોટા - છે..
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyane joie baal vicharonum jivanamam, joie vicharone baal to acharanum
che satya to a jivananum, che satya to a jivananum (2)
joie sadhanane baal to tapanum, joie tapane baal to sanyamanum - che ...
naodha to jivanamam ko rakhasheano pase, karshe enathi juda - che ...
abhiman na takya koina jagamam, thaye antima jita to premani - che ...
irshyao ne shankao, vale daata jivanano, bachya ema jivana, e to jivya - che ..
ichchhao ne manadame nachavya sahune jivanamam, tanaya ema e to dubya - che ...
kadvi vanie karya dushmano ubha, mithi vanie to haiyam sahuna jitya - che ..
shobhe shuravirata to saad kshamathi, khili uthe buddhi to saad nanratathi - che ..
dambh to jivanamam daata vale, ankavi de haiyammam anka avadatana khota - che ..
|