હતું શું જીવનમાં તો તારું, કે જીવનમાં તો તેં એ તો ગુમાવ્યું
કર્મોથી હતું તને એ તો મળ્યું, તારાજ કર્મોથી તો તેં એ ગુમાવ્યું
મળ્યું જીવન ધણું, જાય છે વીતી ને વીતી, કર્યો ના વિચાર એનો કદી
છે શું સાથમાં કે રહેશે શું પાસમાં, માંડયો હિસાબ એનો તો તેં કદી
મારું મારું કરતા તો ના થાક્યો, થાક્યો શાને કરતા ને કરતા તો ભેગું
કર હવે તો વિચાર જીવનમાં, જીવનમાં હવે તારે તો શું કરવું
હતો તું એક બિંદુ, હતા ના શ્વાસો પાસે તારી, છે હવે પાસે તારી, એક ધબકતું હૈયું
ધબકતા તારા હૈયાંનો આવશે વારો, એક દિવસ એને તો બંધ પડવું
ધબકતું બંધ પડે એ પહેલાં, કરી લે તું જીવનમાં, જે જે છે તારે કરવાનું
રહી જાશે તો કરેલું જીવનમાં, જીવનમાં બધું એ તો રહી જવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)