Hymn No. 4306 | Date: 03-Nov-1992
|
|
Text Size |
 |
 |
આંખડી તારી રે વિશ્વભરને જોતી, તારા વિશ્વમાં રે પ્રભુ, તેં શું શું જોયું
Aankhadi Tari Re Vishvabharane Joti, Tara Vishvama Re Prabhu, Te Su Su Joyu
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
આંખડી તારી રે વિશ્વભરને જોતી, તારા વિશ્વમાં રે પ્રભુ, તેં શું શું જોયું જોયું તેં જે જે તારા વિશ્વમાં રે પ્રભુ, હૈયું તારું એમાં તો શું ઠર્યું રહી નથી શક્યા હળીમળી એક બીજા, રહી સહુમાં રે પ્રભુ, આવુ તેં શાને કર્યું નરમાશભર્યા દિલને રે જગમાં, ઠોકર મારી મારી, કઠોર શાને તેં કર્યું રચી સૃષ્ટિ જ્યાં તેં સંકલ્પથી, પ્રભુ સુધારવા એને, કરવા સંકલ્પ કેમ વિસાર્યું કર્મોથી બાંધ્યું તેં જગતને, એની ગૂંથણીમાં શું તારે ભી મજબૂર બનવું પડયું તારી ક્ષણ ક્ષણની રાહમાં જાયે વીતી યુગો, ધરતી પર પડશે ધ્યાનમાં તારે એ લેવું માગીએ અમે પાસે તો તારી, જોવડાવતી ના રાહ તારા ક્ષણની, પડશે ધ્યાનમાં આ રાખવું વિલંબ ના કરતા હવે રે પ્રભુ, નહીંતર તમારેને તમારે પડશે જગમાં આવવું કહેવું હતું જીવનમાં તો જે પ્રભુ, કહેતાં રહ્યાં અમે, કહેવા જેવું અમે તો કહી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|