કરતો ને કરતો જીવનમાં હું તો જાઉં છું, કરતો ને કરતો હું તો જાઉં છું
કરું કંઈક સમજમાં, કરું કંઈક અણસમજમાં, જીવનમાં કરતો હું તો જાઉં છું
કર્યા કર્મો કંઈક સમજીને, કંઈક અણસમજમાં, ફળ એનું ભોગવતો હું તો જાઉં છું
જોડયા કંઈકમાં વિચારોને ભાવો, કંઈકમાં તો સહજમાં તણાતો હું તો જાઉં છું
કરું સાચું કે ખોટું જીવનમાં, પરિણામ એનું, ભોગવતો હું તો જાઉં છું
કદી શું કરવુ, શું ના કરવું, કરી ના શકું નિર્ણય, તોયે કરતો હું તો જાઉં છું
કદી કરતા ના અટકું, કદી હદબારને હદબાર, જીવનમાં કરતો હું તો જાઉં છું
કરી ના શકું જ્યારે તો જીવનમાં અફસોસ, ત્યારે હું તો કરતો હું તો જાઉં છું
કરી ના શકું સુખી અન્યને તો જ્યારે, દુઃખી ને દુઃખી ત્યારે હું તો થાતો જાઉં છું
કરવું છે જીવનમાં તો ઘણું ઘણું, કોશિશો ને કોશિશો કરતો હું તો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)