Hymn No. 4312 | Date: 07-Nov-1992
|
|
Text Size |
 |
 |
થયું, થવાનું હતું એમ થયું, થવું જોઈએ એમ તો ના થયું કર્યું, કરવું જોઈએ એટલું કર્યું, જેમ કરવું જોઈએ એમ ના કર્યું હસ્યો, હસવું જોઈએ એટલે હસ્યો, મુક્ત મને તો જીવનમાં ના હસાયું રડયો, રડવું પડયું એટલે રડયો, હૈયું ખોલી હતું રડવું, ના રડાયું પ્રેમ કર્યો, કરવો જોઈએ એટલે કર્યો, પ્રેમની ગરિમા ના ભેળવી શક્યો કર્યા યત્નો, કરવા પડયા એટલે કર્યા, મન ને દિલ ના ભેળવી શક્યો શ્વાસ તો લીધા, લેવા જોઈએ એટલે લીધા, કિંમત શ્વાસની ના કરી શક્યો કારણ ગોત્યું, ગોતવું પડયું એટલે ગોત્યું, મૂળ કારણ તો ના જડયું કહ્યું, કહેવું પડયું એટલે કહ્યું, જેમ કહેવું જોઈએ એમ તો ના કહ્યું મજબૂર રહ્યો, રહેવું પડયું એટલે રહ્યો, જીવન મજબૂરીથી તો ભર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|