Hymn No. 4313 | Date: 07-Nov-1992
|
|
Text Size |
 |
 |
આવે આનંદ તો જીવનમાં, મળ્યું હોય હૈયું એને તો મળવામાં, જગતમાં રે, વસમી લાગે રે વિદાય (2) હળ્યાં મળ્યાં હોય જેની સાથે ને સાથે જીવનમાં, વિરહ કેમ કરી એનો સહેવાય પડયાં હોય મતભેદ જીવનમાં, પડયા ભલે જુદા, હૈયું એક બીજાને ઝંખતું જાય જીવનમાં સ્વાર્થે પાડયા હોય જુદા, તોયે હૈયેથી એક બીજા તો ના ભુલાય છૂટા થાયે ને પડતા રહે સહુ જુદા, તાંતણા હૈયાંના તો કેમ કરી છૂટી જાય પ્રેમના વહેણ હૈયે તો જ્યાં બદલાય, તોય જીવનમાં પ્રેમ, કેમ કરી વીસરી શકાય છડના માર્યા, વટના માર્યા, ભલે મોં ફેરવી જાય, ડાંગે માર્યા પાણી ના જુદા થાય વિદાયની વેળા રેહ વસમી ને વસમી, ખોટ બીજાથી એની કેમ કરી પુરાય છે અદીઠ તાંતણા, પ્રેમને દયાના જીવનમાં, સદા એ તો બાંધતો ને બાંધતો જાય બંધાયા જ્યાં એના તાંતણે ને તાંતણે, વિદાયને વસમી ને વસમી બનાવતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|