Hymn No. 4314 | Date: 07-Nov-1992
|
|
Text Size |
 |
 |
ભલે જીવનમાં તને તારા તો પોતાના ના ગણે, રાખજે વિશ્વાસ, પ્રભુ તને, એના તો ગણશે તારા મારામાં રહ્યાં છે ભેદ જીવનમાં, એ તો જીવનમાં બદલાતાને બદલાતા રહેશે સંજોગો બદલાતાં તો જીવનના, મારા તારા તો બદલાશે, પ્રભુ કદી તો ના બદલાશે ગણ્યા જેને તેં પોતાના, રાખી શક્યો કેટલાને પોતાના, બદલી એમાં તો થાશે ને થાશે ના બની શક્યું સુખ જ્યાં જીવનમાં તો તારું, દુઃખ પણ ક્યાંથી તારું તો બની શકશે ખોટા ને સાચા વિચારોને ગણતો ના તું તારા, એ પણ જીવનમાં તો આવશે ને જાશે કરી શક્યો જેને તું આત્મસાધ તારા જીવનમાં, એજ સાથે ને સાથે તો રહેશે જુદું એ તો જુદું ને જુદું રહેશે તો જીવનમાં, એક એ તો જીવનમાં ક્યાંથી બની રહેશે બની નથી શક્યો જ્યાં તું પ્રભુનો, તોયે એ તો જીવનમાં, તારા ને તારા રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|