ઓળંગશો ના, ઓળંગશો ના, મર્યાદાના ઉંબરા, જીવનમાં ઓળંગશો ના
તમારી મર્યાદાના ઉંબરામાં, જીવનમાં તો, કોઈને પ્રવેશવા દેશો ના
શોભે જીવનમાં સર્વ કાંઈ એની મર્યાદામાં, મર્યાદાના ઉંબરા ઓળંગશો ના
ઓળંગ્યા મર્યાદાના ઉંબરા જ્યાં, લોભના, ઉત્પાત મચાવ્યા વિના રહેશે ના
ઓળંગ્યા ઉંબરા મર્યાદાના જ્યાં ક્રોધના, દાટ વાળ્યા વિના એ રહેશે ના
ઓળંગ્યા ઉંબરા મર્યાદાના જ્યાં તાકાતના, થાક લાગ્યા વિના તો રહેશે ના
ઓળંગ્યા ઉંબરા મર્યાદાના જ્યાં વિવકેના, થાશે હાલ કેવા, એ કહેવાશે ના
ઓળંગ્યા ઉંબરા માન, અપમાનના તો જીવનમાં જ્યાં, તકલીફ લાવ્યા વિના રહેશે ના
ઓળંગ્યા ઉંબરા સ્વાર્થના જ્યાં જીવનમાં, શાંતિ જીવનની, હરાયા વિના રહેશે ના
ઓળંગશો ઉંબરા ખોરાકના જ્યાં જીવનમાં, રોગ લાવ્યા વિના એ રહેશે ના
ઓળંગ્યા ઉંબરા વિકારોના જ્યાં જીવનમાં, દ્વાર મુક્તિના બંધ થયા વિના રહેશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)