Hymn No. 4317 | Date: 08-Nov-1992
|
|
Text Size |
 |
 |
એકને એક તો બે, જીવનમાં મનને કાબૂમાં તું તો લે એકને બે તો ત્રણ, રહેજે તૈયાર તું પ્રભુ માટે, કરવા જીવન અર્પણ એકને ત્રણ તો ચાર, થાક્યો નથી જીવનમાં શું તું, ખાઈ માતાનો માર એકને ચાર તો પાંચ, રાખીશ પ્રભુમાં વિશ્વાસ, આવવા દેશે ના એ આંચ એકને પાંચ તો છ, સમજી લે સાર જીવનનો, રહેતો ના એમાં તું એકને છ તો સાત, કરતોને સાંભળતો રહેજે જીવનમાં પ્રભુની તો વાત એકને સાત તો આંઠ, પાડતો ના હૈયાંમાંને મનમાં તો કોઈ ગાંઠ એકને આઠ તો નવ, જીવનપથ તો છે લાંબોને લાંબો બહુ એકને નવ તો દશ, કરીશ જીવનમાં જો આટલું તો ભી છે બસ એકને દશ તો અગિયાર, મળવા જીવનમાં પ્રભુને, રહે સદા તૈયાર એકને અગિયાર તો બાર, રાખીશ હૈયે શ્રદ્ધા, ધીરજ ભરી થાશે બેડો પાર એકને બાર તો તેર, છોડી દે જીવનમાં, હૈયાંમાંથી તો બધું વેર છે તું તો એકને એક, કરીશ બાદ તને જ્યાં તું, રહેશે પ્રભુ ત્યાં એક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|