પ્રભુજી રે વ્હાલા, પ્રભુજી રે વ્હાલા, સ્વીકારો રે મારા, હૈયાંના આભાર
નિશદિન કરું, કરી યાદ તમને, કરું રે મારા દિવસની તો શરૂઆત
ભરું હૈયું તો મારું પ્રેમને દયાથી, રાખું ના જગમાં કોઈને એમાંથી બાકાત
કરું હું સત્યની આરાધના, ચાલું સત્પથ પર જીવનમાં, કરું નિત્ય સત્યની રજૂઆત
નાખું ના વિઘ્ન કોઈ કામમાં, સદા દઉં શુભ કામમાં, મારો હૈયાંનો સાથ
જીવનમાં ના કોઈને હું પાડું, દઉં ના જીવનમાં, કોઈને પાડવામાં મારો હાથ
મળું જ્યારે ભી જેને તો જગમાં, રાખું સદા આ તો યાદ, છે એમાં તારો તો વાસ
શ્વાસે શ્વાસે મળે મને શક્તિ તો તારી, રહેજે સદા જીવનમાં તું મારી પાસ
દઈશ છોડી જીવનમાં આશાઓ બીજી, રાખીશ એક તારા દર્શનની આશ
કરજો દૂર સદા મારા હૈયાંનો અંધકાર, દેજો જીવનમાં રે પ્રભુ, તમારો પ્રકાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)