Hymn No. 4319 | Date: 09-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-09
1992-11-09
1992-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16306
છોડવું પડશે જ્યાં બધું તો જગમાં, ત્યાં કરી કરી ભેગું રે જીવનમાં, તો કરશો શું
છોડવું પડશે જ્યાં બધું તો જગમાં, ત્યાં કરી કરી ભેગું રે જીવનમાં, તો કરશો શું આવ્યો જગમાં ના લાવ્યો તુ કાંઈ સાથે, જીવનમાં રહ્યું તને, મળતું ને મળતું - ત્યાં.. કરતો રહ્યો પૂરી જરૂરિયાતો તો પ્રભુ જ્યાં જગમાં, વધારી એને જીવનમાં જીવન કેમ જીવીશું - ત્યાં.. રાખે ના ખાલી પ્રભુ જગમાં જ્યાં કોઈને, હૈયું એની પાસે તો ખાલી કરીશું - ત્યાં.. કરનાર ને કર્તા છે જ્યાં એક જગમાં તો પ્રભુ, એને ને એને બધું તો કહીશું - ત્યાં.. જાણે છે, છે બધા તો એના કર્યા ના એણે કોઈ દાવા, મારા તારા દાવા તો ના કરીશું - ત્યાં.. મૂક્યા છે વિશ્વાસ, એણે પોતાની કૃતિમાં, જીવનમાં એનામાં વિશ્વાસ તો મૂકીશું - ત્યાં.. છે જ્યાં એ તો આપણા, એનાને એના બનીને, જીવનમાં વશમાં એને તો લઈશું - ત્યાં.. પ્રેમસાગર તો છે પ્રભુ, વહાવે એ પ્રેમની ધારા, પ્રેમથી પ્રેમમાં એને તો બાંધીશું - ત્યાં.. રાખે ના અંતર એ તો કોઈથી, જીવનમાં જીવી એવું, અંતર એનામાં ના પડવા દઈશું - ત્યાં..
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodavu padashe jya badhu to jagamam, tya kari kari bhegu re jivanamam, to karsho shu
aavyo jag maa na laavyo tu kai sathe, jivanamam rahyu tane, malatum ne malatum - tya ..
karto rahyo puri jaruriamanivadhema praman jamhuaman vhema jarhuyato to jaruriyato to jaruriyato jivishum - tya ..
rakhe na khali prabhu jag maa jya koine, haiyu eni paase to khali karishum - tya ..
karanara ne karta che jya ek jag maa to prabhu, ene ne ene badhu to kahishum - tya ..
janeha chhe, che karya na ene koi dava, maara taara dava to na karishum - tya ..
mukya che vishvasa, ene potani kritimam, jivanamam ena maa vishvas to mukishum - tya ..
che jya e to apana, enane ena banine, jivanamam vashamam ene to la ..
premasagara to che prabhu, vahave e premani dhara, prem thi prem maa ene to bandhishum - tya ..
rakhe na antar e to koithi, jivanamam jivi evum, antar ena maa na padava daishu - tya ..
|