Hymn No. 4321 | Date: 10-Oct-1992
|
|
Text Size |
 |
 |
જુદી જુદી જમીનને, જુદા જુદા વાતાવરણમાં, ખીલે ઝાડપાન ને ફૂલ જુદા જદા
Judi Judi Jaminene,Juda Juda Vatavaranama, Khile Jhadepan Ne Phul Juda Juda
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
જુદી જુદી જમીનને, જુદા જુદા વાતાવરણમાં, ખીલે ઝાડપાન ને ફૂલ જુદા જદા પ્રભુ ગજબ તારી તો ગૂંથણી છે રે, અજબ તારી તો છે લીલા રે જુદા જુદા સ્થળો ને જુદા જુદા વાતાવરણમાં, રહે ચહેરાને મહોરાં માનવના જુદાને જુદા એક જ સમયને એક ઠેકાણે જન્મે માનવ, ઘડાયે તોયે ભાગ્ય એના જુદાને જુદા એક જ ગુરુ પાસે લે શિક્ષણ તો બધા, શીખે ને સમજે બધા જુદાને જુદા એક જ ખોરાક ખાયે ભલે બધા, મેળવે શક્તિ એમાંથી બધાને તો જુદીને જુદી સ્વાર્થ રહ્યા જીવનમાં સહુના જુદાને જુદા, રહે મન ભી ત્યાં તો જુદાને જુદા ઇચ્છાઓને અભિલાષાઓ રહે સહુની જુદી, લે રસ્તા પણ સહુ તો જુદાને જુદા પ્રેમના પાત્ર ને માનબિંદુ જીવનમાં, છે સહુ માનવના તો જુદાને જુદા વિચારો ને કલ્પનાઓ સહુ માનવની તો જીવનમાં રહે તો જુદાને જુદા એક જ પરિસ્થિતિમાંથી કરશે ગ્રહણ, જીવનમાં તો સહુ, જુદુંને જુદું પ્રભુ દીધી વિવિધ પ્રકૃતિ તેં સહુને, રાખ્યા આકાર તારા, સહુએ જુદાને જુદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|