અનંત વિના રે, અનંત વિના રે, અંત જગમાં તો કોનો નથી, રે કોનો નથી
આવ્યા જ્યાં જગમાં, બંધાયા સમયથી, સમય અંત લાવ્યા વિના રહેવાનો નથી
જનમ્યા જે જગમાં, બંધાયા મરણથી, મરણ અંત લાવ્યા વિના રહેવાનો નથી
જન્મી જગમાં, રહે સહુ ધસતાંને ધસતાં, મરણ મુખમાં જલદી એ સમજાતું નથી
રહી છે ક્રિયા તો આ, ચાલતીને ચાલતી, કદી જગમાં તો આ અટકવાની નથી
થયું જે નિર્માણ તારું એતો નિશ્ચિત છે, અંત એનો આવ્યા વિના રહેતો નથી
જન્મી આવ્યા જ્યાં જગમાં, લબાયું મરણ એનું, જગમાં મરણ એને છોડવાનું નથી
છે આ ક્રિયા તો અનંત, અંતનો અંત તો અંતરમાં, મળ્યા વિના આવવાનો નથી
જન્મ્યું તો જે જ્યાં, બંધાય નિયમોથી એના, અંત એનો ત્યાં આવ્યા વિના રહેતો નથી
જન્મ્યું બધું તો જ્યાં પ્રભુમાંથી, અંત સહુનો પ્રભુમાં આવ્યા વિના રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)