Hymn No. 4329 | Date: 13-Nov-1992
|
|
Text Size |
 |
 |
રાખ, રાખ, તું રાખ ચિત્તડું મારું રે પ્રભુ, તારામાંને તારામાં તો રાખ, રાખ ને રાખ
Rakh, Rakh, Tu Rakh Chittadu Maru Re Prabhu, Taramane Tarama To Rakh, Rakh Ne Rakh
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
રાખ, રાખ, તું રાખ ચિત્તડું મારું રે પ્રભુ, તારામાંને તારામાં તો રાખ, રાખ ને રાખ જાગે કે આવે ચિત્તમાં જે કાંઈ ખોટું રે પ્રભુ, એ બધું તો તું કાઢી નાંખ, નાંખ ને નાંખ છે આ તો કેવું રે મનડું, છે તો મારું, દે ના મને તોયે એ તો, સાથ, સાથ ને સાથ કરું કોશિશ ઘણી રે જીવનમાં, જીવનમાં ના આવે એ તો મારે હાથ, હાથ ને હાથ આપીશ પ્રભુને, છે એ તો ઓછું, પ્રેમથી પ્રભુને, જીવનમાં તો તું આપ, આપ ને આપ છે મનોહર મૂર્તિ પ્રભુની તો જગમાં, હૈયાંમાં એને તો તું, સ્થાપ, સ્થાપ ને સ્થાપ છે જીવનપથ તો લાંબો સમજદારીથી જીવનમાં, એ તો તું કાપ, કાપ ને કાપ પડશે મળવું જીવનમાં તો બધાને, હૈયાંને, મનડાંને સહુના તો તું માપ, માપ ને માપ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|