Hymn No. 4330 | Date: 13-Nov-1992
|
|
Text Size |
 |
 |
એક ગુણ્યા એક, થાયે એક, તું ને પ્રભુ તો છે એક, થાજે પ્રભુમાં તું એક બે ને ગુણ્યા બે, થાય ચાર, બે આંખ પ્રભુની, બે આંખ તારી, મેળવી કરજે તું ચાર ત્રણ ગુણ્યા ત્રણ, થાયે નવ, છે વિસ્તાર માયાનો જીવનમાં તો બહુ ચાર ગુણ્યા ચાર, થાયે સોળ, કરીશ ખોટું, ખોલી દેશે પ્રભુ તારી પોલ પાંચ ગુણ્યા પાંચ, થાયે પચીશ, રહીશ ડૂબ્યો વિકારોમાં, પડશે પાડવી તારે ચીસ છ ગુણ્યા છ, થાયે છત્રીસ, રાખજે જગતમાં જીવન તારું શુદ્ધ તો નખશીખ સાત ગુણ્યા સાત, થાયે ઓગણપચાસ, વાવવા સદ્ગુણો પાડજે ઊંડી ચીસ આઠ ગુણ્યા આઠ, થાયે ચોસઠ, રાખજે ના હૈયાંમાં કે મનમાં ખોટી તું હઠ નવ ગુણ્યા નવ, થાયે એકયાસી, ભરી દે જીવનને તું વેરાગ્યથી દસ ગુણ્યા દસ, થાયે સો, ક્ષમા, દયા શ્રદ્ધાથી હૈયું તો ભરી દો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|