1992-11-14
1992-11-14
1992-11-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16318
રહી છે ફરતી ને ફરતી ધરતી તો જગમાં
રહી છે ફરતી ને ફરતી ધરતી તો જગમાં,
કોના આધારે, એ તો કોના આધારે
રહ્યાં છે સૂર્ય ચંદ્ર દેતા પ્રકાશ તો જગમાં,
કોના આધારે, એ તો કોના આધારે
છે સર્વ આધારનો આધાર તો પ્રભુ, થાયે છે જગમાં તો બધું
એક એના આધારે
રહ્યાં છે પવન અને પાણી, વહેતાને વહેતા તો જગમાં,
કોના આધારે, એ તો કોના આધારે
દેખાય, ના દેખાય થાતું જે જગમાં, થાતું રહે એ તો જગમાં,
કોના આધારે, એ તો કોના આધારે
જગમાં થાતું રહે બધું જુદી જુદી શક્તિથી, શક્તિથી, શક્તિની શક્તિ છે, કોના આધારે, કોના આધારે
ચાલે છે અને છે જીવન તો જગમાં, જગમાં તો જીવન,
કોના આધારે, એ તો કોના આધારે
હરેક ક્રિયા ને કર્મ તો થાતા રહે નિયમથી,
છે નિયમ તો કોના આધારે, એ તો કોના આધારે
સુખદુઃખની આવનજાવન થાતી રહે જીવનમાં,
એ કોના આધારે, એ તો કોના આધારે
લેણદેણ ચાલે નિયમોને નિયમથી, છે એ બધું તો કોના આધારે,
એ તો કોના આધારે
ધરી દે તું ભાવ, શ્રદ્ધા, પ્રેમ તું પ્રભુની ચરણે,
રહેજે જીવનમાં તું એક એના આધારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī chē pharatī nē pharatī dharatī tō jagamāṁ,
kōnā ādhārē, ē tō kōnā ādhārē
rahyāṁ chē sūrya caṁdra dētā prakāśa tō jagamāṁ,
kōnā ādhārē, ē tō kōnā ādhārē
chē sarva ādhāranō ādhāra tō prabhu, thāyē chē jagamāṁ tō badhuṁ
ēka ēnā ādhārē
rahyāṁ chē pavana anē pāṇī, vahētānē vahētā tō jagamāṁ,
kōnā ādhārē, ē tō kōnā ādhārē
dēkhāya, nā dēkhāya thātuṁ jē jagamāṁ, thātuṁ rahē ē tō jagamāṁ,
kōnā ādhārē, ē tō kōnā ādhārē
jagamāṁ thātuṁ rahē badhuṁ judī judī śaktithī, śaktithī, śaktinī śakti chē, kōnā ādhārē, kōnā ādhārē
cālē chē anē chē jīvana tō jagamāṁ, jagamāṁ tō jīvana,
kōnā ādhārē, ē tō kōnā ādhārē
harēka kriyā nē karma tō thātā rahē niyamathī,
chē niyama tō kōnā ādhārē, ē tō kōnā ādhārē
sukhaduḥkhanī āvanajāvana thātī rahē jīvanamāṁ,
ē kōnā ādhārē, ē tō kōnā ādhārē
lēṇadēṇa cālē niyamōnē niyamathī, chē ē badhuṁ tō kōnā ādhārē,
ē tō kōnā ādhārē
dharī dē tuṁ bhāva, śraddhā, prēma tuṁ prabhunī caraṇē,
rahējē jīvanamāṁ tuṁ ēka ēnā ādhārē
|