ઊગી છે કાલની કાલ તો આજ, સરી જાશે જો એ હાથમાંથી તારા,
કાલ ફરી એ ક્યારે આવશે
કરી લે તું આજનું તો આજ, રાખ ના ભરોસો તું કાલનો,
કાલ ફરી તો ક્યારે આવશે
ઊગશે દિવસ જ્યારે જ્યારે, હશે એ તો આજ ને આજ,
કાલ ઉપર ના કાંઈ તું રાખજે
કરી ના શક્યો તું જે આજે, કરી શકીશ ક્યાંથી તું એ કાલે,
ખોટા ખ્યાલમાં ના તું રાચજે
છોડયું ના ખાવું પીવું તે કાલ ઉપર, કર્યું તેં એ તો આજે,
કરી લેજે કાર્ય ભી તું આજે ને આજે
કરવા પડશે કામો તો નિશદિન, છોડી કાલ ઉપર,
ના ભરાવો એનો જીવનમાં તું કરજે
રહી જાશે એ તો રહી જાશે, બહાનાને બહાના તો આજે,
તારે ને તારે ગોતવા તો પડશે
મળ્યો છે માનવદેહ તને તો જ્યાં આજે, રાહ કાલની કેમ જોવે છે,
જોતાં તો આજ વીતી જાશે
કરવાનું છે ઘણું ઘણું જીવનમાં તો જ્યાં તારે,
છોડીશ કાલ ઉપર કેમ કરીને એ ચાલશે
કરી લે હવે સંકલ્પ તું, કરવાનું છે જે આજે,
કરીશ તું એને આજે, છોડીશ ના કાલ ઉપર તો ક્યારેય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)