Hymn No. 4350 | Date: 22-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-22
1992-11-22
1992-11-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16337
એકવાર પડયો પગ જ્યાં ગૂંચવાડામાં, ગૂંચવાડાને ગૂંચવાડા ઊભા થાતા જાય
એકવાર પડયો પગ જ્યાં ગૂંચવાડામાં, ગૂંચવાડાને ગૂંચવાડા ઊભા થાતા જાય વિંટાયા ગૂંચળા પગમાં જ્યાં એના, હરવું ને ફરવું જીવનમાં મુશ્કેલ બનાવી જાય થયો ગૂંચવાડો ઊભો જીવનમાં, હવે રસ્તે ચાલવું જીવનમાં ના એ સમજાય થયો ગૂંચવાડો ઊભો કોઈને સમજવામાં, શંકા ઊભી ત્યાં તો થાતી જાય પડયો પગ જ્યાં લોભલાલચના ગૂંચવાડામાં, જલદી બહાર એમાંથી ના નીકળી શકાય માયાના ગૂંચળામાં જગતમાં, જીવનમાં સહુ તો પડતાને પડતા જાય પડયા સ્વાર્થના ગૂંચવાડામાં તો જ્યાં, સંબંધમાં તડ ત્યાં પડતીને પડતી જાય પડયા જીવનમાં જ્યાં આદતના ગૂંચળામાં, મજબૂર એમાંને એમાં એ બનતા જાય પડયા અહંને અભિમાનના ગૂંચળામાં, પડતીની ખાઈમાં જલદી એ તો પહોંચી જાય દુઃખ દર્દના ગૂંચળામાં પડયા તો જ્યાં, જીવનમાં સુખ બધું એ મૂકી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekavara padayo pag jya gunchavadamam, gunchavadane gunchavada ubha thaata jaay
vintaya gunchala pag maa jya ena, haravum ne pharvu jivanamam mushkel banavi jaay
thayo gunchavado ubho jivanamam, have raced chalavum jivanamam na e samjaay
thayo gunchavado ubho koine samajavamam, shanka Ubhi Tyam to that i did jaay
padayo pag jya lobhalalachana gunchavadamam, jaladi bahaar ema thi na nikali shakaya
mayana gunchalamam jagatamam, jivanamam sahu to padatane padata jaay
padaya swarth na gunchavadamaya to jyam, sambandhamam tada tyamaya padunchalamana, junchalamana,
gunchalamana, gunchalamana, echalamana, jivhalamana, jivhalamana,
jivhalamana, jivhalata khaimam jaladi e to pahonchi jaay
dukh dardana gunchalamam padaya to jyam, jivanamam sukh badhu e muki jaay
|