એક તનડું મોટું, એક નાનું, એક ગોરું તો એક કાળું
રહ્યું છે ચેતન એમાં તો એકસરખુંને એકસરખું
શું પશુ પક્ષી કે પ્રાણી જુઓ, કે જુઓ વણઝાર ઝાડપાનની
શું ચેતન કે જડ દેખાય, ભલે જડમાં તો ચેતનની ખામી
રચ્યાં છે કાર્ય કરતા જગમાં, સહુ જુદી રીતે, છે ચેતન એકસરખું
વહેંચાયેલું છે નિયમો ને નિયમોમાં, તો ચેતન એકસરખું
ચેતન એ તો ચેતન છે, જગમાં વ્યાપ્ત ચેતન એકસરખું
ના એ તો વધે, ના એ તો ઘટે, ખીલવો તો ખીલે એકસરખું
છે જ્યાં એ પાસે તારી, છે અસ્તિત્વ એનાથી, છે સહુમાં એકસરખું
પરમચૈતન્યમાંથી જ્યાં એ તો નીકળ્યું, એમાં એ તો સમાવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)