જીવનના વિરામ સુધી, જીવનમાં તો છે, બસ કામ, કામને કામ
લે ભલે તનડું થોડો વિશ્રામ, મનડું તો સ્વીકારે ના કદી આરામ
લેવા મળ્યો થોડો આરામ, છે એ તો, થોડોને થોડો તો વિશ્રામ
છે હાલત સહુની આ તો જગમાં, બંધાયેલા છે એમાં તો તમામ
છૂટે કે થાયે પૂરું જ્યાં એક કામ, થઈ જાય શરૂ ત્યાં તો બીજું કામ
છૂટતાં ને છૂટતાં રહ્યાં જ્યાં સ્વાર્થ જીવનમાં, ચડે હૈયે ક્યાંથી પ્રભુનું નામ
પ્રભુ નામ કે પ્રભુ ભાવમાં તો છે જીવનમાં, તો સાચો રે આરામ
દઈ મનને ભરી ભાવ કરશો જ્યાં કામ, પડશે ના લેવો જીવનમાં આરામ
છે કામ તો ઔષધ, એવી દેશે ભુલાવી જીવનમાં, દુઃખ દર્દ તમામ
ગમે કે ના ગમે, કરતા ને કરતા રહેવું પડશે, જીવનમાં કામ, કામ ને કામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)