Hymn No. 4354 | Date: 24-Nov-1992
|
|
Text Size |
 |
 |
છે કંઈક ભંડાર ને ભંડાર રે પ્રભુ, મારામાં તો એ, ભર્યાં ભર્યાં છું ભૂલોને ભૂલોનો ભંડાર રે પ્રભુ, છે મારામાં તો એ ભર્યાં ભર્યાં દે છે બનાવી જીવનમાં મને એ લાચાર રે પ્રભુ, છે એવાં એ તો ભર્યાં ભર્યાં પડે છે ઊંચકવા એના રે ભાર રે પ્રભુ, છે કંઈક કડવા, છે કંઈક મીઠા છે કંઈક ખોટાં, મુજમાં શાણપણના ભંડાર, રહે છે નાંખતા એ તો બાધા દીધા છે શક્તિના તેં તો ભંડાર, છું અજાણ, છે એ તો ભર્યાં ભર્યાં ભર્યાં છે તેં રે પ્રભુ, ભાવને, પ્રેમના ભંડાર, રાખજે મુજમાં એને ભર્યાં ભર્યાં હોય ભલે મુજમાં સમજણના ભંડાર ઓછા, કરી કૃપા રાખજે મુજમાં એને ભર્યાં ભર્યાં અવગુણના ભંડાર છે મુજમાં ભર્યા, કરાવી ખાલી, દેજે સદ્ગુણોના ભંડાર ભર્યાં ભર્યાં હોય ભક્તિના ભંડાર ભલે ઓછા, દેજે તુજ ભક્તિના ભંડાર મુજમાં ભર્યાં ભર્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|