જીવન તો છે એક શતરંજ, રહે સહુ ચાલતાને ચાલતા પોતાની ચાલ
રહે સહુ ચાલતા ચાલ પોતાની, મહાત કરવા અન્યને, રહે સદા તો તૈયાર
કોઈ રહે વાંકા સદા જીવનમાં, કરે ના કાંઈ સીધું, છે આ તો ઊંટની ચાલ
કોઈ જુએ ના આડું અવળું, ધસતાંને ધસતાં એ તો જાય, છે આ તો હાથીની ચાલ
કોઈ કૂદે ક્યાં ને ક્યાં, કરે શું ના કહેવાય, ના સમજાય, છે આ તો ઘોડાની ચાલ
કોઈ હોય એવા, પડયાં ત્યાં રહે પડયાં, કરે ઉપયોગ પ્યાદાની જેમ એનો સદા
રહે જીવનમાં પ્યાદા બનવા એ તૈયાર, છે અને કહેવાય એ તો પ્યાદાની ચાલ
જાય દોડી ખુમારીથી, આડાઅવળા, પટ પર તો બધે છે આ વઝીરની ચાલ
રાખે નજર સમગ્ર પટપર છવાઈ જાય એ તો પટ પર એ તો વઝીર કહેવાય
રહે સહુ કરતા રક્ષણ રાજાનું, જરૂરિયતે જરૂરિયતે બદલે રાજા તો સ્થાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)