Hymn No. 4361 | Date: 27-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-27
1992-11-27
1992-11-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16348
તારા તનડાંનું દુઃખ, તારું તનડું ભોગવશે, તારા મનડાંનું દુઃખ, તારું મનડું ભોગવશે
તારા તનડાંનું દુઃખ, તારું તનડું ભોગવશે, તારા મનડાંનું દુઃખ, તારું મનડું ભોગવશે રે મનવા, કરી ના શકશે એમાં કોઈ તો કાંઈ (2) શાને રે મનવા, માયામાં તું ડૂબતોને ડૂબતો જાય છે (2) રોકી નથી શક્તો દુઃખ જ્યાં અન્યનું, જોઈ દુઃખ અન્યનું શાને દુઃખી થાય છે જાણતો નથી જ્યાં કર્મો તું તારા, અન્યના કર્મથી તો છે તું અજાણ તારા દુઃખ દર્દને જાણી ના શકે સાચું, કરી શકશે ક્યાંથી એનો ઉપાય બે શબ્દ કહેવા ખાતર કહેશે, છે શું એ તારા દુઃખનો તો સાચો ઉપાય કરશો ઉપાય જ્યાં ખોટા ને ખોટા, દુઃખ દર્દ વધારી એ તો જાય રહેવાનો નથી તું કોઈનો, રહેવાના નથી કોઈ તારા, કર્મોના સથવારે થાતું જાય શક્તિ કર્મોની તો છે પાસે તારી, છે કરવાની બુદ્ધિ પાસે તારી, કર ઉપયોગ સદાય કરીશ ભૂલ જો આમાં તું, જવાબદાર એનો તો તું ને તું ગણાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara tanadannum duhkha, taaru tanadum bhogavashe, taara manadannum duhkha, taaru manadu bhogavashe
re manava, kari na shakashe ema koi to kai (2)
shaane re manava, maya maa tu dubatone dubato jaay che (2)
jyo du nathi joi anyanum shaane dukhi thaay che
janato nathi jya karmo tu tara, anyana karmathi to che tu aaj na
taara dukh dardane jaani na shake sachum, kari shakashe kyaa thi eno upaay
be shabda kaheva khat upar kaheshe, che kaheva khat upar kaheshe,
che shu ne khota, dukh dard vadhari e to jaay
rahevano nathi tu koino, rahevana nathi koi tara, karmo na sathavare thaatu jaay
shakti karmoni to che paase tari, che karvani buddhi paase tari, kara upayog sadaay
karish bhul jo amam tum, javabadara eno to tu ne tu ganaya
|