Hymn No. 146 | Date: 03-Jun-1985
|
|
Text Size |
 |
 |
અણુ અણુમાં છે વસનારી, તોય નજર ન આવતી સર્વમાં શક્તિ વ્યાપી છે તારી, તોય નજર ન આવતી તારી ઇચ્છા વિના ક્રિયા ન થાતી, તોય નજર ન આવતી જઠરાગ્નિ રૂપે પાચન કરનારી, તોય નજર ન આવતી સર્વની વાતો તું સાંભળનારી, તોય નજર ન આવતી જડચેતન રૂપ તું રહેનારી, તોય નજર ન આવતી જ્યોતિ રૂપે તું સદા જલનારી, તોય નજર ન આવતી ભક્તો પર તું કૃપા કરનારી, તોય નજર ન આવતી વિવિધ રૂપે તું છે વસનારી, તોય નજર ન આવતી ચંદ્ર, સૂરજ, તારાને પ્રકાશ દેનારી, તોય નજર ન આવતી વિરોધાભાસમાં પણ છે શક્તિ તારી, તોય નજર ન આવતી જળરૂપે સદા તું વહેનારી, તોય નજર ન આવતી તપસ્વીના તપમાં તું રહેનારી તોય નજર ન આવતી ભક્તોની ભક્તિમાં તું વસનારી, તોય નજર ન આવતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|