Hymn No. 4363 | Date: 28-Nov-1992
|
|
Text Size |
 |
 |
જાણી લીધું તેં જીવનમાં કે જગતમાં, તારું કોઈ નથી, તારું કોઈ નથી રે જગતમાં તારું તો કોઈ નથી, રે તારું તો કોઈ નથી, રે તારું કોઈ નથી સંજોગોએ સંજોગોએ સમજાવી દીધું, તને કે તારું કોઈ નથી, તારું કોઈ નથી અટક્યા ના ફાંફાં જીવનમાં તો તારા, કરવાને માનવા અન્યને તો તારા માન્યાને મનાવ્યા મનથી જીવનમાં તેં તારા, ગણતરી સાચી તારી પડી નથી બની તારા, ચમક્યા તારા જીવનમાં, ખોવાયા વિના પાછા એ રહ્યાં નથી રહેતો ના ખોટા ખ્યાલમાં, રહીશ જો તું, ભ્રમ તૂટયા વિના એ રહેવાનો નથી હર વાતમાં ને હર વાતમાં હા ભણનારને, પોતાના ગણવાની ભૂલ કરવાની નથી વસ્યું છે હિત તારું તો જેના હૈયે, એવા પારકાને પોતાના ગણ્યા વિના રહેવું નથી ચૂકીશ ગણતરીમાં જો આમાં જીવનમાં, મુસીબતોને મુસીબતોનું સર્જન કર્યા વિના રહેવાનો નથી શાંત મને, ને શાંત ચિત્તે કરજે વિચાર, આમાં એના વિના બીજો ઉપાય નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|