Hymn No. 4364 | Date: 28-Nov-1992
|
|
Text Size |
 |
 |
1992-11-28
1992-11-28
1992-11-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16351
દુઃખના ડુંગરે રે ડુંગરે, જલતા નથી દીવડા, તોફાને તોફાને ટકતા નથી રે દીવડા
દુઃખના ડુંગરે રે ડુંગરે, જલતા નથી દીવડા, તોફાને તોફાને ટકતા નથી રે દીવડા તેલ વિના ક્યાંથી જલશે રે દીવડા, વાટ વિના તો કહેવાશે ક્યાંથી રે દીવડા પ્રેમ વિના રે, પ્રકાશે ના જીવનના દીવડા, જ્ઞાનના તેલ વિના જલે ક્યાંથી જ્ઞાનના દીવડા શ્રદ્ધાના સાથ વિના ટકશે ક્યાંથી જીવનપથના દીવડા, પ્રભુકૃપા વિના ટકી શકે ના દીવડા કરશે દૂર અંધકાર, જલશે જ્યાં દીવડા, ચેતન વિના રહેશે સુના જીવનના દીવડા ભળ્યા સ્વાર્થના તેલ, ટકશે ના સંબંધના દીવડા, હિંમત વિના જલશેના સાચના દીવડા યત્નો વિના ચમકશે ના ભાગ્યના દીવડા, પુણ્યો વિના ના પ્રગટે ના મુક્તિના દીવડા એક બન્યા વિના, ટકે ના એકતાના દીવડા, સંતોષ વિના જલશે ના શાંતિના દીવડા ક્ષમા, દયા વિના શોભે ક્યાંથી રે દીવડા, નમ્રતાને વિવેક, અજવાળશે સદા રે દીવડા જલ્યા જ્યાં હૈયે, જ્યાં સાચા આ દીવડા, પ્રગટાવશે હૈયે દિવાળી ત્યારે આ દીવડા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
duhkh na dungare re dungare, jalata nathi divada, tophane tophane takata nathi re divada
tela veena kyaa thi jalashe re divada, vaat veena to kahevashe kyaa thi re divada
prem veena re, prakashe kashe na jivanana divyada, jnanana tela veena shrimp, jnanana tela veena
jale jivanapathana divada, prabhukripa veena taki shake na divada
karshe dur andhakara, jalashe jya divada, chetana veena raheshe suna jivanana divada
bhalya swarth na tela, takashe na sambandhana divada, himma veena na veena vina veena vina jalashena sachana divagate,
himmagyo na na jalashena sachana divhada, himma na veena vina veena chamada vina, chamada divada
ek banya vina, take na ekatana divada, santosha veena jalashe na shantina divada
kshama, daya veena shobhe kyaa thi re divada, nanratane viveka, ajavalashe saad re divada
jalya jya haiye, jya saacha a divada, pragatavashe haiye divali tyare a divada
|