Hymn No. 4365 | Date: 28-Nov-1992
|
|
Text Size |
 |
 |
ધ્યાન તારું ક્યાં છે, ધ્યાન તારું ક્યાં છે, કરવાનું છે જે શું, ધ્યાન તારું ત્યાં છે ભલીવાર રહેશે ના કોઈ કામમાં, ધ્યાન નથી જ્યાં એમાં, શું આ વાતથી તું અજાણ છે ધ્યાનમાં ધ્યાનમાં આવે જ્યાં બીજા, કદી ધ્યાન શું એ તો કહેવાય છે અધૂરા કાર્યો, જીવનમાંના તારા, જીવનમાં અણસાર એના એ તો દેતાં જાય છે ચૂક્યા જ્યાં ધ્યાન જ્યાં, વિંધાયા ના લક્ષ્ય ત્યાં, જીવનમાં આ જગજાહેર છે કરે બધું તું તો જગમાં, ધ્યાન રાખે છે પ્રભુ, શું વાત આ તારા ધ્યાન બહાર છે સદા રાખ તું ધ્યાનમાં, ચૂક્તો ના આ કે જગમાં, પ્રભુ વિના ના કોઈનો ઉદ્ધાર છે કોઈના ધ્યાનમાં બેધ્યાન બન્યા જ્યાં, ના આવશે સદા આમ જીવનમાં થાય છે દિનરાત રાખ તું ધ્યાનમાં, મહેમાન છે સહુ તો જગમાં, ના આ તો બદલાય છે કર્યું ધ્યાન જેવું એ આથી મળશે, સદા વાત આ તો ધ્યાનમાં રાખવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|