Hymn No. 4381 | Date: 04-Dec-1992
|
|
Text Size |
 |
 |
જોઈએ ના રે પ્રભુ, મને સંપત્તિ રે એવી, જીવનમાં તો જે આવેને જાયે આવેને જાયે રે એ તો પ્રભુ, તને મારાથી તો દૂરને દૂર કરતી જાયે અહં ને અભિમાન ના દેજે તું હૈયે, જીવનમાં તને તો જે દૂર કરતો ને કરતો જાયે દેતો રહેજે ને ભરતો રહેજે પ્રેમ તું ભરપૂર, સહુને ને તને એ તો સત્કારે ભરી દેજે હૈયું મારું તું અપાર કરુંણાથી, જગને તો એ કરુણાથી નીહાળે દેજે ના કામ વાસના નજરમાં ને હૈયાંમાં ભરી, જીવનમાં તો જે વિચલિત બનાવે મારું તારું ના હૈયે મારા, તું રહેવા દેજે, હૈયાંને તો જે કુંઠિતને કુંઠિત બનાવે સુખ દેજે તો તું એવું તો દેજે, જગમાં તો જે સહુની સાથે વહેંચી શકાયે દેજે જ્ઞાન ને ધર્મની સંપત્તિ તું એવી, હૈયેથી મારા ભેદ તો બધા હટાવે દુઃખ દર્દથી થાઊં ના જીવનમાં વિચલિત, સહનશક્તિ હૈયાંમાં એવી તું આપજે નજરેનજરમાં તો મારી, વસજે તું રે પ્રભુ, હૈયે તો મારા, આસન તારું સ્થાપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|