ઊઠી છે વિચારોનાં વમળોની આંધી, મારા જીવનમાં
સાચી દિશા ના સૂઝે, ઘેરાઈને જીવનના તોફાનમાં
રહ્યો છું ઘણો મૂંઝાઈ, ન મળે જીવનકેડી આ સંસારમાં
મન સહારો ઢૂંઢી રહ્યું, અજ્ઞાન એવી શક્તિમાં
નથી મૂક્યો વિશ્વાસ, જીવનમાં અદીઠ કોઈ વ્યક્તિમાં
ત્યાં મુશ્કેલ બને છે વિશ્વાસ, રાખવો અદીઠ શક્તિમાં
પાસા સદા પડ્યા સીધા, ન જાણી જરૂર પ્રભુની વ્યવહારમાં
પલટાયા રંગ જીવનના, સમજાઈ જરૂર પ્રભુની જીવનમાં
એની તરફ વાળવા, ખેલ્યો એ ખેલ મારા જીવનમાં
સમજાયું આ સત્ય, ચૂકવી કિંમત મોંઘી આ જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)