Hymn No. 4387 | Date: 06-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-06
1992-12-06
1992-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16374
તરસ્યા તરસ્યા મારા રે મનની છે બસ એક પુકાર રે પ્રભુ, પ્યાસ ક્યારે મારી બુઝાવશો
તરસ્યા તરસ્યા મારા રે મનની છે બસ એક પુકાર રે પ્રભુ, પ્યાસ ક્યારે મારી બુઝાવશો પી પીને જળ માયાનું તો જીવનમાં, બુઝાઈ ના પ્યાસ મારી, પ્યાસ ક્યારે મારી મિટાવશો છે ભટકવાની આદત મારી રે પ્રભુ, સ્થિર તમારામાં ને તમારામાં મને ક્યારે બનાવશો રાખશો ક્યાં સુધી દૂર મને તમે રે પ્રભુ, તમારા મય તમે મને તો ક્યારે બનાવશો ખોટી પ્યાસ રાખશે, પ્યાસોને પ્યાસો મને રે પ્રભુ, સાચી પ્યાસ જીવનમાં મને ક્યારે જગાવશો થાતી નથી સહન પ્યાસ હવે રે પ્રભુ, તમારી મીઠી નજરનું જળ મને ક્યારે રે પાશો જાગી છે જ્યાં પ્યાસ રે પ્રભુ તારા દર્શનની, તમારા દર્શન વિના કેમ એ બુઝાવશો રહી શકું રે પ્રભુ, તમારા દર્શન વિના, રાખી પ્યાસો મને, ક્યાં સુધી તમે મને સતાવશો જાગી નથી પ્યાસ શું તમને મને મળવાની, ક્યાં સુધી ને ક્યાં સુધી પ્યાસો મને રાખશો રહી નહીં શકું હું તમારા દર્શન વિના રે પ્રભુ, ક્યાં સુધી પ્યાસમાં મને તરફડાવશો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tarasya tarasya maara re manani che basa ek pukara re prabhu, pyas kyare maari bujavasho
pi pine jal maya nu to jivanamam, bujai na pyas mari, pyas kyare maari mitavasho
che bhatakavani aadat maari re prabhu mano kyamarare aadat maari re prabhu man, sthir tamame tashamura, sthir damaro, sthir
damaro, sthir damura mane tame re prabhu, tamara maya tame mane to kyare banavasho
khoti pyas rakhashe, pyasone pyaso mane re prabhu, sachi pyas jivanamam mane kyare jagavasho
thati nathi sahan pyas have re prabhu jasa hu, tamaari with re
pyas re najaranum taara darshanani, tamara darshan veena kem e bujavasho
rahi shakum re prabhu, tamara darshan vina, rakhi pyaso mane, kya sudhi tame mane satavasho
jaagi nathi pyas shu tamane mane malavani, kya sudhi ne kya sudhi pyaso mane rakhasho
rahi nahi shakum hu tamara darshan veena re prabhu, kya sudhi pyasamam mane taraphadavasho
|