સરી જતી રેતી ને સરી જતો પવન, રહે ના જગમાં તો કોઈના હાથમાં
જાગી જતો કાળ ને વહેતી ને વહેતી વિચાર ધારા, રહી નથી જગમાં કોઈના હાથમાં
વહેતાં કિરણો ને વહેતી જળની ધારા, પકડી પકડાઈ નથી જગમાં કોઈના હાથમાં
તરી નથી શક્યા, રહ્યાં છે માનવ ડૂબતા ને ડૂબતા, લઈ લઈ ભાર તો જગમાં
તરવો છે સહુ માનવે, ભરીભરી ભાર તો હૈયે, ક્યાંથી તરી શકશે એ ભવસાગરમાં
કર્યો ના ઉપયોગ પળનો, જાશે એ તો સરકી ને સરકી, રહેશે ના એ કોઈના હાથમાં
સંજોગો રહે આવતા ને જાતાં, રહ્યાં ના સજાગ જો એમાં, રહેશે ના કાયમ કોઈના હાથમાં
ભાવોને લાગણી રહે વહેતી ને વહેતી, જળવાશે ના જલદી, જીવનમાં તો એ કોઈના હાથમાં
ટક્યા નથી સિંહાસનો, ટક્યા નથી રાજ કાયમ, તો જગમાં તો કોઈના હાથમાં
રહ્યાં નથી શ્વાસો જીવનમાં કોઈના હાથમાં, રહેશે ના એ તો કોઈના હાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)