કહેવું તો કોને, કહેવું તો શાને, જગમાં તો જ્યાં ના કોઈ કોઈનું તો માને
માન્યું નથી તો મને અને વિચારે જ્યાં તારું, તારા ને તારા ગણ્યું તેં તો જેને
માનશે જે આજે, માનશે તારું શું એ કાલે, એવું શાને તું તો ધારે
કહેવી હોય જો એને, નાખી દેજે વાત, એકવાર તો એના કાને
લાગશે ખોટું કે નહીં, પડશે લેવું લક્ષમાં કહેતાં, તારે તો એને
માનવ સ્વભાવ આગળ, રહ્યો છે માનવ હારતો, એમાં એ તો હારે
લાગશે ના, સ્વીકારશે ન વાત, વસશે ના હિત એનું ખુદનું જો હૈયે
કહેવું તો સાચું કહેવું, ખોટું ના લાગે એમ કહેવું, આ ધ્યાનમાં તો રહે
હિતકારી ઠપકો, કડક શબ્દોમાં જીવનમાં, કોઈને પણ ક્યાંથી ગમે
દુઃખને દુઃખની વાતો સદા જો કરશો, સાંભળશે એમાં કોણ તને
કહેવું તો જેને, કહેવું તો સમજીને જીવનમાં, કહેવું એ તો કહેવું પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)