Hymn No. 149 | Date: 06-Jun-1985
|
|
Text Size |
 |
 |
શાંત ચિત્તે બેસીને, કર તું હિસાબ જીવનનો શું તેં લીધું, શું તેં દીધું આવ્યો હતો ખાલી હાથે તું આ જગતમાં શું તેં લીધું, શું તેં દીધું સદા ખટપટ કરી આ જિંદગીમાં તે પેટ ભરવાની, શું તેં લીધું, શું તેં દીધું સાચો પ્રેમ મેળવ્યો છે શું તેં આ જગતમાં, શું તેં લીધું, શું તેં દીધું સાચા ખોટા કર્મો કરી, શાંતિ મેળવી શું હૈયામાં, શું તેં લીધું, શું તેં દીધું સમય વેડફ્યો આ જગમાં કરીને ખોટા વિચારા શું તેં લીધું, શું તેં દીધું ના સંતાપ સહી, સતાવ્યા અનેક જીવન, શું તેં લીધું શું તેં દીધું ગ્રહણ કરવા સાર, રચે છે સંજોગ પ્રભુ જીવનમાં, શું તેં લીધું, શું તેં દીધું ભેગું કરેલું છોડી જાશે, તું આ જીવનમાં, શું તેં લીધું, શું તેં દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|