Hymn No. 4398 | Date: 09-Dec-1992
|
|
Text Size |
 |
 |
ઘડનારાએ તો જગમાં ઘડયું બધું, તારા સંજોગો ને તારા તનને, મનને તો ઘડયું છે નિશ્ચિત તો જગમાં જ્યાં બધું, અનિશ્ચિતતાનું દર્શન એમાં તો થાતું રહ્યું વિશ્વાસની બાંગો જગમાં સહુ પોકારતું રહ્યું, અવિશ્વાસના પરપોટાનું દર્શન એમાં થાતું રહ્યું સબંધોની પોકળતાના દર્શન, સંજોગો જીવનમાં કરાવતુંને કરાવતું તો રહ્યું વિરોધાભાસના દર્શન મળતાં રહે, હિંમતવાનમાં પણ ડરનું દર્શન તો થાતું રહ્યું પ્રેમ નીતરતાં દિલમાં પણ, પરપોટા વેરના ઊભા, કરાવતું એ તો રહ્યું જ્ઞાનીએ અને મહાજ્ઞાનીએ પણ, જીવનમાં જ્ઞાનમાં ક્યારેક તો ગોથાં ખાવું પડયું મહાશક્તિશાળી સૂરજે પણ, જગતમાં વાદળ નીચે છુપાવું તો પડયું કરવા જરૂરિયાત જગમાં તો પૂરી તો સહુની, ઘડનારાએ તો જગમાં ઘડયું બધું રાખ્યા ના બાકી જગમાં કોઈને એણે, સહુ સહુની રીતે, બાકાત એમાંથી તો રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|