જીવનનું ખોલીને કોરું પાનું, મૂકે છે `મા' રોજ તારા હાથમાં
શું લખવું શું ના લખવું, લખજે વિચારીને તું એમાં
ચીતર્યાં કંઈક લખાણ, હવે નથી ઊકલતા તુજ અક્ષરો તેમાં
વણઊકલ્યા એ અક્ષરો ઉકેલવા, પડ્યો છે તું બહુ મૂંઝવણમાં
ઉકેલવાની ઝંઝટ છોડી, ચોખ્ખા કરજે તુજ અક્ષરો જીવનમાં
ઉકેલો ઊકલી જાશે, જ્યાં જાગશે શાંત ભાવ તારા હૈયામાં
રોજ પ્રયત્ન કરતાં, લખાશે ચોખ્ખા અક્ષરો તારા પાનામાં
ચોખ્ખું પાનું જોઈને તારું, નાચી ઊઠશે તુજ હૈયું આનંદમાં
આનંદથી બહેકી જઈને, શિથિલતા ના લાવતો તુજ પ્રયત્નોમાં
પ્રયત્નો જારી રાખજે, અંતે એ પરિણમશે સફળતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)